શિક્ષક એક મશીન - દેવેન્દ્રભાઈ જોષી
શિક્ષક એક મશીન
આજે ૨૧ મી સદી એટલે ઘરે ઘરે શિક્ષક જોવા મળી રહ્યા
છે. આ યુગ એટલે સ્પર્ધાત્મક યુગ છે જેમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા જોવા મળે છે જેમ
કે શાકભાજી વેચનાર, શોપ, ચા લારી, માર્કેટ, ખાદ્ય પદાર્થો વગેરે... પરંતુ શિક્ષણ
જગતમાં આટલી બધી સ્પર્ધા એ તો આ 21 મી સદીમાં જ જોવા મળ્યું. જેમાં જોઈએ તો
શિક્ષક આ સ્પર્ધામાં ટકી રહેવા માટે વિદ્યાર્થીને ઘરે ઘરે ગોતવા નીકળી પડ્યા છે.
સરકારી શાળાના શિક્ષકોને કોઈ ચિંતા નથી હોતી. પ્રાઇવેટ શાળાના શિક્ષકો સવાર પડતાની
સાથે સોનેરી સવારના સોનેરી કિરણો આ પૃથ્વી પર પડતાની સાથે દિવસની શરૂઆત એક ધમાલ
અને કમાલ સાથે જ થાય છે. હર હમેશા આ શિક્ષક પોતાના મનમાં ને મનમાં મૂંઝાતો રહે છે
છતાં પણ તેના ચેહરા પર દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ માનો એક વ્યક્તિ એટલે પ્રાઇવેટ
શાળામાં કામ કરતો શિક્ષક છે. પ્રાઈવેટમાં સૌ સંચાલકો પોતાનો ફાયદો જ જોતા હોય છે કે
તેમને પોતાને શું લાભ મળશે.
આ સમયમાં શિક્ષક વિદ્યાર્થીની શોધમાં બજારમાં
ભટકતું અને રખડતું જીવન ગાળતો થઈ ગયો છે કુટુંબ, પરિવાર, સમાજ અને શાળામાંથી શિક્ષક બહાર થઈ ગયો છે. કારણ
કે વિદ્યાર્થીની શોધમાં શિક્ષક અત્યારે માર્કેટમાં, ગામે ગામની શેરી, મહોલ્લા, વાડી માં ખોવાઈ ગયો છે. આ સમયમાં પ્રાઇવેટ શાળાના ટ્રસ્ટી, શાળાના સંચાલક વિદ્યાર્થીની સંખ્યા મેળવવા માટે શિક્ષકને ગામે ગામના
પ્રવાસ ખેડવા મજબૂર કરે છે. જેમાં પ્રાઇવેટ શાળામાં શિક્ષણ આપતો શિક્ષક આજે 21 મી સદીમાં એક મશીન બની ગયો છે. આ બધા પ્રાઇવેટ સંકુલ વાળા જૂન થી લઈ ને
ડિસેમ્બર સુધી ઘણા બધા દેખાવ કરી વાલીગણ ને અલગ પાઠ સમજાવી આકર્ષણ અને દેખા દેખીનો
મોટો મોટો દેખાવ કરવા લાગ્યા છે. સમય સમય ની વાત છે એક પ્રામાણિક શિક્ષક પોતાના
કુટુંબ નું ભરણ પોષણ માટે આવા શૈક્ષણિક સંકુલો સાથે જોડાય છે પરંતુ ત્યાં તેનું
શોષણ અને માનસિક ત્રાસ સાથે બીજું કંઈ પણ (યોગ્ય વેતન) આપવામાં આવતું નથી.
એક સમય એવો શરૂ થાય છે જેમાં શિક્ષક નું શાળાના
મુખ્ય સંચાલક દ્વારા જાન્યુઆરી થી જૂન સુધી ની સંખ્યા એકઠી કરવા લક્ષ્યાંક આપવામાં
આવે છે. દરેક ગામ દીઠ શિક્ષક સાથે સમાધાન કરવામાં આવે છે. આટલી સંખ્યા લાવી આપશો
તો તમને આટલી સંખ્યા પેટે આટલી રકમ આપવામાં આવે છે. આ કાર્યને મદદરૂપ થવા એક
શિક્ષક પોતાનાથી બનતી કોશિશ રાત દિવસ એક કરી, પોતાનો સમય બગાડી
પૂરી મેહનત જરૂર કરશે. સંચાલક દ્વારા રકમની ઓફર માત્ર ઔપચારિક રીતે આપવામાં આવે છે
હકીકતમાં કઈ આપવામાં આવતું નથી. આ શિક્ષક પોતાની પ્રામાણિકતા સારી રીતે સાબિત કરી
શક્યો અને તેના સહારે શાળામાં ઘણી બધી નવી સંખ્યા અલગ અલગ ક્લાસમાં જોવા મળી પરંતુ
સંચાલક દ્વારા આપવામાં આવેલ ઓફર નો લાભ ક્યારે શરૂ થશે તેની કોઈ સંભાવના નથી.
શાળામાં વાહન ચાલક હશે જેમાં શાળામાં બસ, રિક્ષા ચાલકને 12 માસનું ભાડું ચૂકવવા આવે છે જ્યારે વેકેશનના સમય દરમિયાન આ શિક્ષક એક
મશીનની જેમ જ પોતાનું કાર્ય કરી શાળામાં આવવા વિદ્યાર્થી અને વાલીગણને ખુબ સારી
રીતે જાગ્રત કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ આ શિક્ષકને વેકેશનનો પગાર આપવામાં
સંચાલક મંડળ ઠાગાઠૈયા કરે આ સારી શાળાનો સંચાલક શું આવો હોય છે ? જો શિક્ષક રજા પર રહે તો તેનો પગાર માંથી દિવસની ગણતરી કરી પગાર અપાય છે.
શું ખરેખર શિક્ષક શાળા પ્રત્યે વફાદાર રહી આટલો સારો પ્રયત્ન કરે છે છતાં પણ કઈ
પ્રોત્સાહન રકમ શા માટે નથી આપવામાં આવતી ? શું આ પ્રાઇવેટ
શિક્ષકના ઘરે ગુજરાત માં ચાલતા સદાવ્રત માંથી કઈ સખાવત કરવામાં આવે તેવું આ બધા
સંચાલકો માનતા હોય છે.
આ સંચાલક પોતાના સ્વાર્થ ખાતર અને વાલીગણ ને ઊંધી
વિચારધારા માં ભોળવી રવિવારે શાળા શરૂ રાખે છે શું વિદ્યાર્થી કે પ્રાઇવેટ શાળામાં
ફરજ બજાવતા શિક્ષકને તેનો પરિવાર નથી ?
શું તે સમાજ માંથી
નથી આવતો ? શું તેના માતા પિતા નથી ? વિદ્યાર્થી કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતો હોય તે એક માતા પિતા નું બાળક તો
છે જ. આ બંને ને મશીન ન સમજો. સંચાલકોની દેખા-દેખીમાં એક દિવસ શાળામાં સંચાલક અને
તેમનું ટેબલ વધશે.. શાળાની ભૌતિક દિવાલો જ રહેશે જ્યાં વિદ્યાર્થી અને શિક્ષક
શાળાનું કરોડરજ્જુ છે ત્યાં જ તેની (સંચાલકની) ગણના થાય છે.
એક સંચાલકની વાત કરું તો તે પોતાના જીવનમાં
ક્યારેય પરિવર્તન નહિ લાવે કારણ કે જો તે પરિવર્તન લાવશે તો વાલીના માનસ પર તેની
જે પહેલી ટેવ પાડવામાં આવી છે તેમાં તે સંચલકનો અહમ ઘવાશે. પરિવર્તન આ સંસારનો
નિયમ છે. સમયાન્તરે કાર્ય પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે. જો તે બદલાવ આવનારા
ભવિષ્યમાં આ સંચાલકો પરિવર્તન સાથે નહિ ચાલે તો શિક્ષક, વિદ્યાર્થી અને વાલી તેને ક્યારેય સ્વીકારશે નહીં. સુઝુકી કંપનીની મોટર
સાઇકલ માં કંપનીએ આ સમાજ માં રહેલ વ્યક્તિને નવી તરકીબ ન આપી શકી એટલે સુઝુકી ની
મોટર સાઇકલ બજાર વેચાતી બંધ થઈ ગઈ એવી રીતે હીરો હોન્ડા કંપની ને ખબર પડી ગઈ કે આજ
ના માનવ સમાજ ને શું જોઈએ છે ? તે બદલાવ કરી સમયાન્તરે હીરો અને હોન્ડા
બન્ને અલગ થઈ વ્યક્તિના માનસને જાણી લીધું અને 3G, 4G, 5G, I3S વિગેરે નવીન પરિવર્તન વાળી મોટર સાઇકલ આપી
એટલે તેને સ્વીકારી લીધી અને માર્કેટમાં બોલ બાલા છવાઈ ગઈ. આ પરિવર્તન છે. પરંતુ
પરિવર્તન લાવીશ જ નહિ ત્યાં અહમ ઘવાઈ છે. સંચાલક ખોટો હોવા છતાં તે પોતાને ખોટો
છું એવું સાબિત ક્યારેય પણ નહિ થવા દે.
મહત્વ એમને જ આપો જે એક શિક્ષકનું મહત્વ સમજે.
એક નવી વાત આ સંચાલકો શિક્ષકને દિવાળીમાં બોનસ આપી
શિક્ષકનું માન ઘટાડી રહ્યા છે. સંતોષકારક બોનસ આપે તો વાંધો નથી પરંતુ જેમાં તે
બોનસમાં ₹. 80 મળતો આદર્શ શિક્ષકનો સન્માન એવોર્ડ આપી
સન્માન કરે મોટા મેગા પિક્સેલ વાળા કેમેરામાં ફોટો લઈને સ્ટેટ્સમાં ત્રણ ત્રણ દિવસ
સુધી રાખી દુનિયાને બતાવે છે કે અમે શિક્ષકનું સન્માન કરી કામના અર્થમાં સાચી કદર
કરી. પરંતુ આ ₹. 80 રૂપિયામાં જે સન્માન મળ્યું તે સન્માનથી
શિક્ષક નારાજગી અનુભવશે અને જે શાળામાં કાર્ય કરતો હશે તે શાળાના કાર્ય પ્રત્યે
નફરત નો ભાવ પ્રગટ થશે. જો આવું જ હોય તો શા માટે આવું સન્માન કરે છે આ મંડળ ? એક શિક્ષક સતત વિચારતો હોય છે કે અમારી શાળાના સંચાલક કઈ પણ ન આપે તો
ચાલશે, પણ આ રીતે કામ કરનાર વર્ગને હસીને પાત્ર ન
બનાવે તે એક ઉમદા કાર્ય ગણાશે. જો તમે દિવાળીમાં બોનસ આપવા માંગતા હો તો તેને તમે
આર્થિક રીતે મદદરૂપ થવા તે મોટું બોનસ જ છે. શિક્ષકને એવોર્ડ્સ ની જરૂર નથી. જે
હંમેશા સમાજના હિત માટે કાર્ય કરતો આવ્યો છે. કરશે અને કરે છે.
શું ખરેખર આ વાતને જાણી શબ્દોમાં વર્ણવી ખરેખર
પ્રાઇવેટ શિક્ષકની જિંદગી એક મશીન જેવી છે ? તે આ વાત પરથી
સાબિત થઈ જાય છે.
નોંધ :- આ લેખ કોઈ પણ શાળાના ટ્રસ્ટી, સંચાલકો ને લાગુ પડતો નથી આ લેખમાં સંચાલક ની ધારણા વ્યક્ત કરવામાં આવેલ
છે માટે આ લેખ મા લખાયેલ શબ્દોને વ્યક્તિગત કે સંચાલક મંડળને નુકસાન પહોંચાડવાનો
કોઈ ઈરાદો નથી પરંતુ જે આ સમય પ્રમાણે સત્ય છે તે જ રજૂ કર્યું છે.
- સંકલન/લેખક
દેવેન્દ્રભાઈ જોષી
ભાવનગર
Comments
Post a Comment