શિક્ષક એક મશીન - દેવેન્દ્રભાઈ જોષી
શિક્ષક એક મશીન આજે ૨૧ મી સદી એટલે ઘરે ઘરે શિક્ષક જોવા મળી રહ્યા છે. આ યુગ એટલે સ્પર્ધાત્મક યુગ છે જેમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા જોવા મળે છે જેમ કે શાકભાજી વેચનાર , શોપ , ચા લારી , માર્કેટ , ખાદ્ય પદાર્થો વગેરે... પરંતુ શિક્ષણ જગતમાં આટલી બધી સ્પર્ધા એ તો આ 21 મી સદીમાં જ જોવા મળ્યું. જેમાં જોઈએ તો શિક્ષક આ સ્પર્ધામાં ટકી રહેવા માટે વિદ્યાર્થીને ઘરે ઘરે ગોતવા નીકળી પડ્યા છે. સરકારી શાળાના શિક્ષકોને કોઈ ચિંતા નથી હોતી. પ્રાઇવેટ શાળાના શિક્ષકો સવાર પડતાની સાથે સોનેરી સવારના સોનેરી કિરણો આ પૃથ્વી પર પડતાની સાથે દિવસની શરૂઆત એક ધમાલ અને કમાલ સાથે જ થાય છે. હર હમેશા આ શિક્ષક પોતાના મનમાં ને મનમાં મૂંઝાતો રહે છે છતાં પણ તેના ચેહરા પર દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ માનો એક વ્યક્તિ એટલે પ્રાઇવેટ શાળામાં કામ કરતો શિક્ષક છે. પ્રાઈવેટમાં સૌ સંચાલકો પોતાનો ફાયદો જ જોતા હોય છે કે તેમને પોતાને શું લાભ મળશે. આ સમયમાં શિક્ષક વિદ્યાર્થીની શોધમાં બજારમાં ભટકતું અને રખડતું જીવન ગાળતો થઈ ગયો છે કુટુંબ , પરિવાર , સમાજ અને શાળામાંથી શિક્ષક બહાર થઈ ગયો છે. કારણ કે વિદ્યાર્થીની શોધમાં શિક્ષક અત...